અંકલેશ્વર : અંકલેશ્વર તાલુકાનાં કોયલી ગામ નાં નર્મદા નદી નાં તોફાની પાણીમાં માછીમારી કરતો યુવાન તણાય ને લાપતા બન્યો હતો, માછીમારી કરીને પરત ફરતી વેળાએ નાવડી માંથી ઉતરવા જતા દુર્ઘટના સર્જાય હતી. વરસાદનું જોર વધ્યુ છે અને જેના કારણે નર્મદા નદી માં પાણી ની આવક વધી છે અને નદીમાં પાણી પણ તોફાની ગતિએ વહી રહ્યા છે.  ૨૧મી ની રાત્રે અંકલેશ્વર તાલુકાનાં કોયલી ગામ પાસે નર્મદા નદીમાં નાવડીમાં બેસીને માછીમારી કરવા માટે વિશાલ અમ્રતભાઈ વસાવા ઉ.વ.૩૨ ના ઓ તેમના અન્ય બે મિત્રો સાથે ગયા હતા , માછીમારી કરીને પરત ફરતી વખતે વિશાલ વસાવા જુના સક્કરપોર કોયલી નદી કિનારે નાવડી માંથી ઉતરવા જતા નદીનાં ધસમસતા અને ઉંડાણવાળા પાણીમાં તેનો પગ લપસ્યો હતો અને વિશાળ નદીનાં પાણીમાં તણાય ને લાપતા બન્યો હતો.આ અંગેની જાણ ગ્રામજનો ને થતા તેમને રૂરલ પોલીસ મથક માં જાણ કરી હતી.અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે નગર પાલિકા નાં ફાયરબ્રિગેડ દ્વારા નદીનાં તોફાની પાણીમાં લાપતા બનેલા વિશાલ વસાવા ની શોધખોળ શરુ કરી હતી, જોકે તારીખ ૨૨ મી નાં રોજ સાંજે ચાર વાગ્યા સુધી નર્મદા નદીનાં પાણીમાં વિશાલ નાં કોઈજ સઘળ મળ્યા નહોતા.