વડોદરા, તા.૨૧ 

મુળ પેટલાદનો સુંદરણા ગામનો વતની અને હાલમાં વડસર રોડ પર સી.એચ.પાર્ટી પ્લોટમાં રહેતા પ્રવિણ ઉર્ફ ભોલો લલ્લુભાઈ બારૈયા ચોરીનું મોપેડ લઈને ફરતો હોવાની માંજલપુર પોલીસ મથકના હેકો ઠાકોરભાઈમાહિતી મળી હતી. આ માહિતીના પગલે સર્વેલન્સના સ્ટાફે વોચ ગોઠવીને પ્રવિણ બારૈયાને ૪૦ હજારની કિંમતના એક હિરો મેસ્ટ્રો મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણે થોડાક સમય અગાઉ વડસરબ્રિજ કેવલ ચોકડી પાસેથી મોજશોખ માટે આ મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી ચોરીનું મોપેડ જપ્ત કર્યું હતું.