પાવીજેતપુર

પાવી જેતપુર તાલુકાના ઉત્તર વિભાગમાં ડુંગર ઉપર આવેલ કેવડા પ્રાથમિક શાળામાં તાલુકા શિક્ષણ અધિકારી પહોંચતા વગર રિપોર્ટે નશેબાજ આચાર્ય ગેરહાજર રહ્યા હતા. પાવી જેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં આવેલ કેવડા પ્રાથમિક શાળા ધોરણ ૧ થી ૫ ની શાળા છે. જેમાં બે જ શિક્ષકો ફરજ બજાવે છે. તેમાં મુખ્ય શિક્ષક દારૂના નશામાં ચૂર થઈ નિશાળે આવતા હોવનો વીડિયો વાયરલ થતાં તેમજ પોતે દારૂનું સેવન કર્યું હોવાનું કબુલાત કરતા છોટા ઉદેપુર જીલ્લા શિક્ષણ અધિકારીએ પાવી જેતપુર તાલુકા શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવતાં, પાવી જેતપુર તાલુકા શિક્ષણાધિકારી પ્રતિકભાઇ દરજી આજ રોજ શાળા સમય દરમ્યાન કેવડા પ્રાથમિક શાળામાં તપાસ માટે પહોંચતા કેવડા પ્રાથમિક શાળાના નશેબાઝ આચાર્ય દેવેન્દ્રભાઈ માછી વગર રીપોર્ટ તેમજ કોઈપણ પ્રકારની જાણ વગર ગેરહાજર રહ્યા હતા. ઉપસ્થિત શિક્ષક દિલીપભાઇ પરમારને પૂછતા તેઓએ નશો કરીને નિશાળે આચાર્ય આવતા હોવાની પુષ્ટિ કરી હતી. સાથે સાથે પોતે નિશાળમાં મોડા આવવા અંગે પગાર બીલના કામથી ઈંટવાડા ડુંગર શાળામાં ગયા હોવાનું જણાવ્યું હતું. ઘરેથી ઈંટવાળા શાળા ઉપર જઈને આવ્યો હોવાના કારણે મારે લેટ થયું હતું તેવું નિવેદન આપ્યું છે.