લોકસત્તા ડેસ્ક

એકદમ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારુ રહેે તેવુ ખાવાનું આપણે બધા પસંદ કરતા હોઇએ છીએ.તો ચલા આજે તમારા માટે અમે લઇને આવ્યા છીએ પાલક વડી..જુઓ રેસીપી

1 બંચ પાલક,

1 વાટકી ચણાનો લોટ,

1 ચમચી લીંબુનો રસ,

સ્વાાનુસાર : મીઠુ ,

અડધી ચમચી : હળદર, અડધી ચમચી

 ધાણાજીરુ, અડધી ચમચી 

આદું મરચા ની પેસ્ટ 1 ચમચી

 સાકર, 1ચમચી 

તેલ, 1 ચમચી 

લાલમરચું, 1 પેકેટ 

ઈનો , 1 ચમચી 

તલ, કોથમીર અને લીમડો

બનાવવાની રીત

સૌ પ્રથમ પાલકને ધોઈ બારીક સમારી લેવી,

તેમાં ચણાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, હળદર, ધાણાજીરું, સાકર, લીંબુનો રસ, કોથમીર, આદું મરચા પેસ્ટ બધું મિક્સ કરી પાણી નાખી ઢોકળાના ખીરું જેવું ખીરું તૈયાર કરી લો,

હવે તેમાં ઈનો નાખી મિક્સ કરી ઢોકળાની થાળી બાફિયે તેમ બાફી લો,

ત્યારબાદ થોડું ઠંડું થાય એટલે પીસ કરી લેવા, પછી એક કડાઈમા તેલ ગરમ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં તલ, લીમડો અને પાલક વડી નાખી ધીમા તાપે ક્રિસ્પી કરી લો,

બ્રાઉન થઈ જાય એટલે હલાવી મિક્સ કરી લો.

હવે આ પાલક વડીને એક ડીશમાં કાઢી ગરમાગરમ ગ્રીન ચટની અથવા સોસ સાથે સર્વ કરો.

જોકે, આ પાલક વડીને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો.