25, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
3366 |
પોલીસે જણાવ્યું યુવક રાજકોટનો રહેવાસી
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં રવિવારે બીજી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયાના સહયોગી તહસીન સૈયદની ધરપકડ કરવામાં આવી છે. સૈયદને ગુજરાતના રાજકોટથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી હતી. રવિવારે ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, 20 ઓગસ્ટની સવારે દિલ્હીના મુખ્યમંત્રી નિવાસસ્થાને લોક દરબાર દરમિયાન રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી તરીકે આવેલા રાજેશે મુખ્યમંત્રીને કાગળો આપતી વખતે તેમનો હાથ ખેંચી લીધો હતો. હુમલામાં મુખ્યમંત્રીનાં હાથ, ખભા અને માથામાં ઈજા થઈ હતી.
આરોપી રાજેશને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બાદમાં, તેની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.