2016ના વર્ષમાં રીલિઝ થયેલી ફિલ્મ 'હે અપના દિલ તો આવારા' અભિનેત્રી દિવ્યાની પ્રથમ ફિલ્મ હતી. ડિરેક્ટર મંજોય મુખર્જીએ જણાવ્યું કે, 'તેણી છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે ઝઝુમી રહી હતી પરંતુ કેટલાક મહીનાઓ બાદ કેન્સરે ફરી ઉથલો માર્યો અને આ વખતે તે બહાર ન આવી શકી. આજે સવારે ભોપાલ ખાતે તેનું અવસાન થયું.'સૌમ્યા વર્મા સિવાય કુંડલી ભાગ્યની અભિનેતિરી અંજુમ ફકીહે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દિવ્યાના સમાચારની પૃષ્ટિ કરી હતી.

અંજુમે લખ્યું હતું કે, 'તું જ્યાં પણ હોઈશ.. મને ખબર છે કે પહેલા કરતા વધારે ખુશ હોઈશ.. તને યાદ નહીં કરવામાં આવે દિવ્યા કારણ કે તું એના માટે ખૂબ સારી છે.. એક એક્ટર, એક સિંગર, એક રાઈટર, એક બિઝનેસવુમન, એક અસલી દીવા, બહેન તું હંમેશા ચમકતી રહેજે, ચમકતી રહેજે. તારા આત્માને શાંતિ મળે.'

દિવ્યા ચોક્સેએ મૃત્યુ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સ્ટોરી પોસ્ટ કરીને સૌનો આભાર માન્યો હતો અને પોતે આ દુનિયા છોડીને જઈ રહી છે તેમ જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, 'હું જે કહેવા માંગુ છું તે શબ્દ દ્વારા વ્યક્ત નહીં થઈ શકે. ખરાબ વસ્તુઓ બનતી રહે છે. હું ખૂબ જ તાકાતવાન છું. કાશ.. આગામી જન્મ મુશ્કેલી વગરનો હોય. પ્લીઝ સવાલ ન પુછતા. બસ મારો ભગવાન જાણે છે કે હું તમને બધાને કેટલો પ્રેમ કરૂં છું.' પરંતુ મને અનેક મહીનાઓથી અનેક મેસેજ મળી રહ્યા છે તો સમય આવી ગયો છે કે હું તમને સૌને જણાવી દઉં કે હું મૃત્યુશૈયા પર છું.