મુંબઈ-

અદાણી પોર્ટ્‌સ અને સ્પેશિયલ ઇકોનૉમિક ઝોને મંગળવારે તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કોન્સોલિડેટેડ (ટેક્સ ચુકવ્યા બાદ નફો) પ્રોફિટ વર્ષ-દર-વર્ષના આધાર પર ૭૨ ટકા વધીને ૧૦૩૭ કરોડ રૂપિયા રહી છે. કંપનીના પરિણામો એનાલિસ્ટ અનુમાન કરતા વધારે છે. જૂન ક્વાર્ટરની સરખામણીમાં કંપનીનો નેટ પ્રોફિટ ૧.૬ ટકા વધ્યો છે.

કંપનીની કોન્સોલિડેટેડ આવક વર્ષના આધાર પર ૯૯ ટકા વધીને ૪૫૫૭ કરોડ રૂપિયા રહી છે. એ પણ એનાલિસ્ટના અનુમાન કરતાં સારું છે. જ્યારે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીની આવકમાં ૨૬ ટકાનો વધારો થયો છે. કંપનીની પોર્ટ બિઝનેસથી આવક ૭ ટકા વધીને ૩૩૩૯ કરોડ રૂપિયા રહી છે. લો બેસ ઇફેક્ટને કારણે કંપનીની વર્ષના આધાર પર ગ્રોથમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ૨૦૧૯ ના જૂન ક્વાર્ટરમાં લોકડાઉનને કારણે કંપનીનું કામ સંપૂર્ણપણે ઠપ રહ્યું છે. જો કે ૨૦૨૧ માં ગ્લોબલ ઇકોનૉમીમાં રિકવરીને કારણે કંપનીના કાર્ગોનું વૉલ્યૂમ વર્ષના આધરા પર ૮૩ ટકા વધીને ૭૫.૭ કરોડ ટન રહ્યું છે.