ડભોઇ, તા.૨૯

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે છેલ્લા ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે હવે દરેક પક્ષ હવે એડી ચોંટીનું જાેર લગાવી રહ્યું છે. આજરોજ ડભોઇ ૧૪૦ વિધાનસભા માં ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિતયનાથની જાહેરસભા ડભોઇ કોલેॅજ ગાઉન્ડ પર યોજાઇ હતી . આખા દેશમાં ખુબ ચાહના મેળવનાર આદિત્ય યોગીનાથને જાેવા અને સાંભળવા લોકો ખુબ મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. ડભોઇ ૧૪૦ વિધાનસભાના ઉમેદવાર શૈલેષભાઇ મહેતાએ પોતાના પ્રવચનમાં કોગેસના ઉમેદવારને ચાબખા મારતા પ્રહારો કરયા હતા. પાંચ વષઁ થાય એટલે આવી જવું અને અહીં નાતી- જાતી નું રાજકારણ કરવું ! અરે ભાઇ અહીંયા તો મોદી સાહેબની રાજનિતી ચાલે ! વિકાસની રાજનીતી ચાલે છે કોઇ જાતી-વાદીની રાજનિતી નથી ચાલતી ! અત્યાર સુધી પાતળી બહુમતીથી આ સીટ જીતાતી હતી તે હવે ઐતાસીક બહુમતીથી આ સીટ જીતાવાની છે. . અને જે રીતે યોગીજી બુલડોઝર બાબા તરીકે ઓળખાય છે. ત્યારે જયાં જરુર પડશે અમે એમના રસ્તે પણ ચાલીશું .

 અને આ વખતે ભાજપની હેટ્રીક વાગશે અને યોગાનુયોગ મારો અ.નં ૨ છે અને ૨ નંબર છે તો બીજી વાર પણ હું જીતવાનું છું એ પણ નક્કી છે. અને જ્યારે ૫ તારીખે મતદાન થશે અને પછી ૮ તારીખે રિઝલટ આવશે ત્યારે તેમને ખબર પડશે કે હું એ ઘર છોડીને બહુ મોટી ભુલ કરી છે . આ સભામા ભારે જનમેદની વચ્ચેે લોકો હમારા નેતા કૈસા હો શૈલેષ ભાઇ જૈસા હો! ના નારા લગાવ્યાં હતાં .

યુપીના મુખ્ય મંત્રી યોગીજીએ પોતાની આગવી શૈલીમા સભાને સંબોધતા લોકો એ જય જય સીયારામના નારા ગુજી ઉઠ્યા હતા.