/
કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ શરૂ

વડોદરા

એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા પ્રથમ વર્ષના ૮ હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની શરુઆત કરી છે.અને આ વિદ્યાર્થીઓના પ્રમાણપત્રની ચકાસણી પછી વિદ્યાર્થીઓને ફી ભરવાની સૂચના આપવામાં આવી છે.જયારે બાકીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પ્રમાણપત્રની ચકાસણી ચાલી રહી છે. એમ એસ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ફેકલ્ટી દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે.રાજ્ય સરકારે કોરોનાને પગલે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે હજારો વિદ્યાર્થી દ્વારા અરજી કરવામાં આવી હતી.ફેકલ્ટી દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તેમજ તેમને શિક્ષણ આપી શકાય તે માટે વિવિધ ફેકલ્ટીમાં વર્ગો શરુ કરવાની વ્યવસ્થા કરી છે.અને મેરિટના આધારે ફેકલ્ટીમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી દીધી છે.ત્યારે હવે ફેકલ્ટી દ્વારા ૮થી વધુ હજાર વિદ્યાર્થીઓ કે જેમના પ્રમાણપત્રની ખરાઇ થયા પછી તેમને ફી ભરવા જણાવી દેવામાં આવ્યું છે.અને બાકીના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થી દ્વારા પ્રમાણપત્ર રજૂ નહી કરતા તેમને ૩૦ સપ્ટેમ્બર સુધી પ્રમાણપત્ર રજૂ કરવા જણાવી દેવામાં આવ્યું છે.આ મહીનાના અંતે પ્રવેશની પ્રક્રિયા પૂરી કરીને ઓકટોબરથી શિક્ષણ કાર્ય શરુ કરવાની તૈયારી ફેકલ્ટી દ્વારા હાથ ધરાઇ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution