હાલોલ

હાલોલના પાવાગઢ રોડ ઉપર હાલોલ બાયપાસ અને એની આજુબાજુ તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રની આંખમાં ધૂળ નાખી રહેણાંક વિસ્તારના પ્લોટમાં ઉભા થયેલા સ્ક્રેપના ગોડાઉનો જાેખમી બની રહ્યા છે, પ્લાસ્ટિક હેઝાર્ડવેસ્ટ સહિત લાકડા, પૂંઠાનો ભંગાર એકત્રિત કરી મોટા ડુંગરો ખડકી તેનું એકત્રીકરણ કરતા આવા જ એક ગુજરાત ટ્રેડર્સના નામના ગોડાઉનમાં સવારે અચાનક આગ ફાટી નીકળતા હાલોલ ફાયર ફાઇટરના બે બંબા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.હાલોલમાં આવા ચાલીસ જેટલા સ્ક્રેપના ગોડાઉનો ઉભા થયેલા છે, આ પૈકી ઘણા ગોડાઉનો રહેણાંક વિસ્તારમાં છે. ઘણાં ગોડાઉનો કોઈ પણ મંજૂરી કે ફાયર સેફ્ટીની એનઓસી ધરાવતા નથી. આવા ગોડાઉનોમાં બંધ બારણે હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરાઇ રહ્યો હોવા છતાં વહીવટી તંત્ર કે પોલ્યુશન વિભાગ આવા ગેરકાયદે ગોડાઉનો સામે કોઈજ પગલાં ન ભરાતા કોઈ મોટી દુર્ઘટના, સર્જાવાની વકી નકારી શકાય તેમ નથી.પાવાગઢ રોડ ઉપર હજીરાથી મધ્યપ્રદેશ લઇ જવાતા ગેસ લાઈનનું સબ સ્ટેશન ઉભું કરાયું છે, આ સબ સ્ટેશન પાસે વાહન પાર્ક કરવા ઉપર પણ પ્રતિબંધ છે