દિલ્હી-

ભારતીય હોકીએ ટોક્યો ઓલિમ્પિકમાં ધ્વજ લહેરાવ્યો અને અહીં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની ચર્ચા થઈ રહી છે. તેમની ચર્ચા શેરી શેરીમાં થવા લાગી છે.ટોક્યોના મેદાન પર ભારતીય હોકીના શાનદાર પ્રદર્શન પછી ધોની અચાનક પ્રસિદ્ધિમાં આવ્યો તે કારણ પણ આશ્ચર્યજનક છે કારણ કે ભારતીય હોકી અને એમએસ ધોની વચ્ચે કોઈ ખાસ કનેક્શન નથી. હવે સવાલ એ છે કે આવું કેમ થયું તો આનું કારણ 7 વર્ષ જૂનું છે.


ટોક્યોના મેદાન પર ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. કેપ્ટન મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરુષ ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીત્યો છે, જ્યારે રાની રામપાલની આગેવાનીવાળી મહિલા ટીમે પ્રથમ વખત સેમિફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. પુરૂષ ટીમની જેમ મહિલા હોકી ટીમને પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક હતી, પરંતુ તેઓ આ મેચ ગ્રેટ બ્રિટનની ટીમ સામે હારી ગઈ હતી. જેને રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડાલીસ્ટ ટીમ સામે હાર મળી હતી. ધોનીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આ ખાસ દિવસે હું માત્ર ચેન્નઈ સુપર કિંગ્સની ફાઈનલમાં પહોંચવાથી જ ખુશ નથી પણ ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો તેથી ખુશ છું. આ આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે. હકીકતમાં ધોનીના ટ્વીટના દિવસે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ચેમ્પિયન્સ લીગ ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સ સામે સેમીફાઈનલ મેચ જીતીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં જ ધોની પણ તેના નવા લુકને લઈને ચર્ચામાં આવ્યો હતો તો તે પહેલા તે ટીમ ઈન્ડિયાની રેટ્રો જર્સીમાં જોવા મળ્યો હતો.