રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાયેલા સરવેમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. યુનિવર્સિટીના મનો વિજ્ઞાન ભવન દ્વારા સરવે કરવામાં આવ્યો છે. જેમાં ચોંકાવનારુ તારણ મળ્યું કે, કોરોના અને લોકડાઉન બાદ ૯૦ ટકા યુવાનો અને તરુણોમાં પાયરોમેનિયા જાેવા મળિયો. ૯૦ ટકા યુવાનો પાયરોમેનિયા રોગતી પીડાતા હોવાનુ ખૂલ્યું. તો ૫૪ ટકા તરુણોમાં પણ આ જ સ્થિતિ જાેવા મળી. સતત સ્ટ્રેસ અને ભયથી આ રોગ વધ્યો છે. જેમાં કારણ વગર ગાળા ગાળી કરતા અને ઝગડતા એ તેના લક્ષણો છે. રાત્રે કોઈના ઘરના કાચ તોડવા, કારના કાચ રોડવા અને વાહનોની લાઈનો પાડી આનંદ લેવો આ બધી માનસિક વૃત્તિ આ રોગમાં જાેવા મળે છે. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૯૪૦ યુવાનો અને તરુણોનો સર્વે કરવામાં આવ્યો હતો. પાયરોમેનિયા એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે, જે પરિણામોને ધ્યાનમાં લીધા વિના, હાનિકારક અથવા ગેરકાયદેસર કૃત્ય કરવાની અનિયંત્રિત જરૂરિયાતની હાજરી પાયરોમેનિયાના ધરાવતા વ્યક્તિમાં હોઈ છે.પાયરોમેનીયાને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ -૫) માં ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઓર્ડર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જે આવેગ નિયંત્રણ વિકાર છે જ્યારે કોઈ વ્યક્તિ વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે. કેટલાક લોકોને કોઈપણ વસ્તુને દરેક સમયે આગ લગાડવાનું વિચારે છે, તે જે એક માનસિક વિકાર છે, જેને મનોવિજ્ઞાન માં પાયરોમેનિયા કહે છે. પરિસ્થિતિ ત્યારે વધુ ખતરનાક બની જાય છે, જ્યારે આગ લગાડવાનું વિચારે ત્યારે તે શરૂ કરી દે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments