અમદાવાદ-

બાપુનગર પોલીસનો પૈસા સાથેનો વીડિયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે. બાપુનગરમાં બે મહિના પહેલા બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓ પાસેથી 5 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, સેકટર 2 જે.સી.પી ગૌતમ પરમારે વિડિયો મારી પાસે નથી આવ્યો નથી અને વિડિયો જોયો નથી, તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાપુનગરમાં 2 મહિના પહેલા ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે તપાસ માટે પોલીસ સહઆરોપીને લઈ ગઈ હતી. અને તેના ડ્રોવરમાંથી 5 લાખ મળ્યા હતા. પોલીસે તે નાણા રીકવરીમાં નહોતા બતાવ્યા અને નાણા આરોપીના પરિવારને પરત આપ્યા હતા.

મળતી માહિતી મુજબ બાપુનગરમાં બે મહિના પહેલા ફાયરીંગની ઘટના બના હતી. પોલીસ તપાસ કરવા સહ આરોપીને લઈ તપાસ કરવા ગઈ હતી. તેના ડ્રોઅરમાંથી 5 લાખ મળ્યા હતા. જોકે પોલીસે તે નાણા રીકવરીમાં નહોતા બતાવ્યા. આ નાણાં આરોપીના પરિવારને પરત આપ્યા છે. ઝોન-૫ને તપાસ આપવામાં આવી છે. આ તપાસમાં કોઈ આક્ષેપ સામે નથી આવ્યો. પોલીસ પાસે હજી આવો કોઈ પણ પ્રકારનો વિડિયો નથી આવ્યો. પોલીસ પાસે હજી કોઈ આ પ્રકારની ફરીયાદ કે આક્ષેપ પણ નથી આવ્યો. નોંધનીય છે કે, બાપુનગરના પૂર્વ પીઆઈ એ એન તાવિયાડ સહિત 5 સામે તપાસ હાથ ધરવામાં આવી છે. ફ્રેક્ચર ગેંગના આરોપી પાસેથી 5 લાખ પડાવ્યા હતા.