અમદાવાદ-

અરબી સમુદ્રમાં પાકિસ્તાન મરીનની ફરી નાપાક હરકત સામે આવી છે. ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઈન પાસેથી ફિશિંગ બોટને બંધક બનાવી છે. સૌરાષ્ટ્રની અડધો ડઝન ફિશિંગ બોટ અને 35 જેટલા માછીમારોને બંધક બનાવ્યા છે. પોરબંદરની 5 તેમજ ઓખાની એક મળી કુલ 6 ફિશિંગ બોટ અને 35 માછીમારોને બંધક બનાવી પાકિસ્તાન લઈ જવાયા છે. પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીએ પોરબંદરની પાંચ અને ઓખાની એક બોટ સહિત ૩૬ માછીમારોનું અપહરણ કરી જતા ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન મરીન સિકયુરીટી વારંવાર ભારતીય માછીમારોને ઉઠાવી જાય છે અને કરાંચી જેલમાં લાંબા સમય સુધી રાખે છે. કોરોના મહામારી વચ્ચે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે માછીમારી કરતા માછીમારોના અપહરણ માછીમાર પરિવારોમાં ચિંતા પ્રસરી છે.