નવસારી-

ગણદેવી પોલીસે હવાલાના રૂપિયાની હેરફેર થતી હોવાની આશંકા સાથે ત્રણને ઝડપી લીધા છે. હવાલાના રૂપિયા હોવાની આંશકા સાથે ઝડપાયેલા યુવકો પાસેથી એક કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં છે. હાલ ત્રણેય યુવકોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.

જેમાં રૂપિયા મહારાષ્ટ્રના નાસિકથી લાવીને સુરતમાં આપવા લઈ જવાતા હોવાનું સામે આવી રહ્યું છે. નવસારી જીલ્લાના ગણદેવી પોલીસની મોટી સફળતા હાથ લાગી છે. ગણદેવી પોલીસે હવાલાના રૂપિયાના આશંકા સાથે ૩ યુવાનોની અટકાયત કરી છે. જેમાં ગણદેવી પોલીસે અંદાજે ૧ કરોડ રૂપિયા સાથે ૩ યુવાનોની કરી અટકાયત છે. ગણદેવી પોલીસે કરોડ રૂપિયા હોવાની આશંકા સાથે મામલતદાર સહિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને સાથે રાખી રૂપિયાની ગણતરી હાથ ધરી છે. કરોડ રૂપિયાની ૫૦૦ના દરની નોટ હોવાથી રૂપિયા ગણવા માટે બેંકના મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.