સુરત-

પરિચિત યુવાને યુવતીને વોડકા પીવડાવી અને પછી કર્યુ એવુ કે પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ગણતરીના સમયમાં જ 23 વર્ષીય આરોપીને ઝડપી પાડી તેનો કોઈ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે રેપનો ભોગ બનેલી કિશોરીને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. યુવક તે કિશોરીને તેના મિત્રના ફ્લેટ ઉપર લઈ ગયો હતો. ફ્લેટ ઉપર કિશોરીને વોડકા પીવડાવ્યા બાદ યુવકે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ કિશોરીના પરિવારજનોને થઈ જતા આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીના મેડિકલ રિપોર્ટ કરાવવા માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં રહેતી 12 વર્ષીય કિશોરીને પરિચિત યુવાને બાઈક ઉપર તેના ગામ બ્રિજ ઉપર ફરવા લઇ ગયા બાદ પરત મિત્રના ફ્લેટ ઉપર લઇ જઇ યુવાને એક કિશોરીને વોડકા પીવડાવ્યા બાદ દુષ્કર્મ કર્યુ હતું. દુષ્કર્મની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી.