દેવભૂમિ દ્વારકા-

હાલ ગુન્હાખોરી અને પોલીસની સતર્કતા બંને વધી રહ્યા છે. ત્યારે ચાલુ મહિનામાં જ જિલ્લામાં બે હત્યાઓ થઇ હતી. હમણાં તાજેતરમાં ભાણવડમાં મોટી લૂંટ પણ થઇ હતી. જિલ્લામાં થયેલી બંને હત્યામાં થોડા સમયમાં જ આરોપીઓનું પગેરૂ દાબીને ઝડપી પાડ્યા હતા. ત્યારે ભાણવડ પાસેથી જંગી પ્રમાણમાં નસીલા ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.

ભાણવડ-જામજોધપુર રોડ ઉપર 3 પાટીયાથી આશરે દોઢેક કિલોમીટર દુર રાત્રીના અંધકારનો લાભ લઈને માદક પદાર્થ ગાંજો ઘુસાડનારો શખ્સ બટુકભાઇ ઉર્ફે બુઢ્ઢાભાઇ કમાભાઇ પરમાર સુરતવાળાના કબજામાં રહેલા એક્ટીવા મોટર સાયકલમાંથી 10.464 કિલો માદક પદાર્થ ગાંજાનો જંગી જથ્થો કિંમત રૂપિયા 1,04,640 ની સાથે પકડી પાડ્યો હતો. આ ઉપરાંત મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 2,000 તથા માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલું એક્ટીવા મોટર સાયકલ કિંમત રૂપિયા 40,000 કુલ મળીને કિંમત રૂપિયા 1,46,640 નો મુદામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.