મહિલાઓ માટે અખંડ સૌભાગ્ય હોવું એ બહુ જ મહત્ત્વની બાબત છે અને એટલે જ પતિના દીર્ઘાયુષ્યની કામના સહ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવા ચોથનું વ્રત કરાયું હતું. સૂર્યોદય બાદ નિર્જળા ઉપવાસ રાખી રાત્રે ચંદ્રદર્શન કરી પતિના હાથે જળ ગ્રહણ કર્યા પછી જ ભોજન ગ્રહણ કર્યું હતું. આ વ્રત મોટાભાગે ઉત્તર ભારતીય અને પંજાબની મહિલાઓ દ્વારા પરંપરા અનુસાર કરાયું હતું. વ્રતને અનુલક્ષીને ખાસ ગીતો પણ ગાવામાં આવે છે.