મુંબઈ

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર બાદ હવે અભિનેતા વિક્કી કૌશલ કોરોના સંક્રમિત થયા છે. વિકી કૌશલે સોશિયલ મીડિયા પર આ વાતની માહિતી આપી છે. વિક્કીએ જણાવ્યું છે કે, કોરોના પોઝિટિવ થયાં બાદ તે હોમ ક્વોન્ટાઈન છે અને ડોકટરોની સલાહ પ્રમાણે દવાઓ લઈ રહ્યા છે.વિક્કી કૌશલે પોતાના ઈન્સટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી છે .જેમાં તેણે લખ્યું છે કે, કોરોનાને લઈને કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરી. બધા કાળજી રાખી દરેક બાબતનું ધ્યાન રાખ્યું છતાં પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. હાલ હું કોરોના પોઝિટિવ થયાં બાદ હોમ ક્વોન્ટાઈન છું અને ડોકટરોની સલાહ પ્રમાણે દવાઓ લઈ રહ્યો છું.બોલીવુડ અભિનેતા આર. માધવન કોરોના સંક્રમિત થયા છે. આર. માધવને ફિલ્મ ૩ ઈડિયટ્‌સના ઉલ્લેખ સાથે ટિ્‌વટ કરી આ માહિતી આપી હતી. માધવને ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, ફરહાનને રેન્ચોનો પીછો કરવો જ હતો. વાયરસ હંમેશા અમારી પાછળ હતો અને આ વખતે અમે તેની ચપેટમાં આવી જ ગયા પરંતુ ચિંતાની કોઈ વાત નથી. ટૂંક જ સમયમાં સાજા થઈને પરત આવીશ. 

હાલમાં થોડા દિવસ પહેલા જ આમિર ખાન પણ કોરોના સંક્રમિત થયા છે.આખા દેશમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે. ત્યારે કોરોનાની બીજી વેવથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કોરોનાનો પ્રભાવ વધ્યો છે. મોટાભાગનાં બોલિવૂડ સિતારા કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર. માધવન, પરેશ રાવલ, આમીર ખાન, આલિયા ભટ્ટ અને ગોવિંદાનો સમાવેશ થાય આવ્યો છે.