અમદાવાદ-

પોરબંદરના મહાસાગરમાં 21 વર્ષથી તોફાની મોજા સાથે બાથ ભીડી દેશ ભક્તિના રંગે રંગાયેલા યુવાનો ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન કરી સલામી આપે છે. પોરબંદર ચોપાટી ખાતે 21 વર્ષથી શ્રી રામ સ્વિમિંગ કલબના યુવાનો, વૃદ્ધ, બાળકો અને મહિલાઓ પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વ પર સમુદ્રના તોફાની મોજા સામે ભાથ ભીડી મધ દરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્ર ગીતનું ગાયન કરી સલામી આપે છે. ‘ આજે 21 વર્ષથી અમારી કલબના યુવાનો દ્વારા મધ દરિયે ફ્લેગ હોસ્ટિંગ કરીએ છીએ. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીએ છીએ આજે સમુદ્ર થોડો તોફાની હોવા છતાં અમે હિંમત દાખવી ધ્વજ લહેરાવેલ હતો. વર્ષોથી અમારી પરંપરા મુજબ આજે મધ દરિયે ધ્વજ લહેરાવેલ અને રાષ્ટ્રગીત ગાયું હતું દર વર્ષે યુવાનો અને મહિલાઓ આ કાર્યકેમમાં જોડાય છે.  આજે સમુદ્રના તોફાની મોજા વચ્ચે પણ દેશ પ્રત્યે.લાગણી દર્શાવી હતી અને હિંમતભેર સમુદ્રમાં તિરંગો લહેરાવ્યો હતો. આમ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનું અનોખુ ઉદાહરણ આપ્યું હતું.