મુંબઈ-

બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેવાં સમાચાર વહેતા થયા હતાં. જોકે ખુદ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે. અને તેમણે આ સમાચાર ખોટા ગણાવ્યાં છે. અમિતાભ બચ્ચને તેમનાં ટ્વિટર અકાઉન્ટ પર ટાઇમ્સ નાઉની એક ખબરનો વીડિયો પોસ્ટ કર્યો છે આ સાથે જ તેમણે લખ્યુ છે કે, આ સમાચાર ખોટા, અવિશ્વસનિય અને ફેક છે આ એક જુઠાણુ છે.