રાનકુવા, તા.૧૯ 

નવસારી જિલ્લામાં કોરોના ની સંખ્યા માં થઈ રહેલા વધારાથી લોકો ચિંતિત બન્યા છે . નવસારીમાં વધુ ચારનાં મોત ્‌ને નવા ૧૧ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના ૩૭૧ નજીક પહોંચી ગયો છે. સૌથી વધુ જલાલપોર કેસોની સંખ્યા સતત વધી રહી છે નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા કેસો ને લઈ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે

  નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ માં થઈ રહેલા સતત વધારાથી આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે જિલ્લામાં કોરોના વાયરસ ના સંક્રમણના કેસ વધુ ભય પેદા કરી રહ્યા છે જલાલપોર અને ગણદેવીમાં વધતા મહત્તમ કેસોથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.

આગામી જેમ કોરોના પ્રસરી રહ્યો છે ત્યારે આજે ગણદેવી તાલુકામાં વધુ ૨ પોઝિટિવ કેસો નોંધાયા છે જિલ્લામાં પોઝિટિવ આંકમાં અચાનક ઉછાળો આવતા સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે જિલ્લામાં આજરોજ નવા ૧૧ કેસ નોંધાય ચૂક્યા છે.ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા કેસને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે આજ રોજ‌ચીખલી-૧ ગણદેવી-૨, નવસારીમાં ૩, અને જલાલપોરમાં -૧ કોરોના ના કેસ નોંધાયા છે ચેપગ્રસ્તો ની સંખ્યામાં થઈ રહેલા સતત વધારાએ ભયનો માહોલ ઊભો કર્યો છે.ગણદેવી ના પુરુષ(ઉ.૩૮) દેવ શક્તિ રોહાઉસ મોરિયા મોરિયા ગણદેવીના પુરુષ (ઉ ૫૮ )ભાત ફળિયા તેમજ ૫૩ વર્ષીય પુરુષ ગૌરીશંકર મહોલ્લો પાસે સરકારી ગોડાઉન ની પાછળ,ચીખલીના પારસી ફળિયું નોગામા નો ૫૩ વર્ષીય પુરુષ નવસારીના કાગડી વાડ ભારતી ચાલ ૩૫ વર્ષીય પુરુષ વગેરેનો સમાવેશ થાય છે.