ડભોઇ, ડભોઇમાં લાટી બજાર સ્ટેટ બેન્ક નજીક અજાણ્યા વાહન ચાલક દ્વારા એક્ટિવા ઉપર દૂધ ની થેલીઓ ઘેર ઘેર ઓર્ડર પ્રમાણે વેચાણ કરી ધંધો કરતા અને પોતાના પરિવારનું પેટીયું રળતા ડભોઈ ખાટકી વાળા મહુડી ભાગોળ પાસે રહેતા વસીમ ભાઈ ઇસ્માઇલભાઈ ભૂતવાલા ને પુર ઝડપે હંકારી જતા અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટના સ્થળેજ વાસીમભાઈ ભૂતવાલાનું કમકમાટી ભર્યું મૃત્યુ  નીપજ્યું હતું. અકસ્માતની જાણ વાયુ વેગે ગામ માં પ્રસરતા નજીકના સ્થાનિકો અને મૃતકના પરિવાર ના સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સાથે પોલીસ ને જાણ કરાતા ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે ઘસી આવી હતી. અકસ્માત સર્જી નાસી છુટેલ વાહન ચાલકની ભાળ મેળવવા હેતુ ડભોઈ પોલીસ દ્વારા નજીક ની દુકાનો ના સી.સી કેમેરા ફૂટેજની ચકાસણી પણ કરી અકસ્માત સર્જી નાસીછુટેલ વાહન ચાલકને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે મૃતક ની લાશ ને પરિવાર અને સ્થાનિકો દ્વારા પોલીસ ની હાજરીમાં પી.એ માટે ડભોઈ રેફરલ હોસ્પિટલઈ ગયા હતા જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.