વડગામ : વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં આવતી બસ પાલનપુર વારંદાવિરનો ટાઇમ એસ ટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓના ડખાને લીધે બદલી નાખતા ડાલવાણા અને આજુબાજુના પેસેન્જરો અટવાયા છે. જે બસ વરસોથી લુણવા અને સવારે આઠ વાગે વારંદાવિર બસનો ટાઈમ બદલતાં લોકોમાં રોષ ફેલાયો છે. આ બસ પહેલાના સમયસર પ્રમાણે નહિ કરવામાં આવે તો ગ્રામજનો અને પેસેન્જરોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.પાલનપુર એસ ટી તંત્રના અધિકારીઓની આડોડાઈ અને અધિકારીઓ અને પદાધિકારીઓના ડખાનો ડાલવાણા અને આજુબાજુ ગામના પેસેન્જરો બન્યા છે. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી રાત્રે ૭ વાગે પાલનપુર ઉપડતી બસ વડગામ,પીલૂચા,ડાલવાણા, થલવાડા અને રાત્રે લૂણવા રોડ પડી રહેતી હતી.સવારે વહેલા લુણવાંથી નીકળી ૭-૩૦ કલાકે પાલનપુર પહોંચતી હતી. ત્યાંથી સવારે પાલનપુરથી નીકળી ડાલવાણાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વારંદાવિર મહારાજના મંદિરે જાય છે.  

આ સવાર સમયે ડાલવાણા ગામ અને આજુબાજુ ગામના લોકો વડગામ અને પાલનપુર જવા માટે ૨૦ થી ૨૫ લોકો કાયમી ધંધા માટે જાય છે. પણ જ્યારથી લોક ડાઉન આવ્યું ત્યારથી આ બસ બંધ હતી. છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉન ખુલ્યા પછી પણ બસને બે દિવસ પહેલા ચાલુ કરવામાં આવી છે. બસનો સમય બદલી નાખવામાં આવ્યો છે.નવો સમય પ્રમાણે બસ રાત્રે સાત વાગે લુણવાથી નીકળી રાત્રે પાલનપુર ડેપોમાં પડી રહે છે. સવારે વહેલા છ વાગે ત્યાંથી નીકળી સાત વાગે ડાલવાણાના યાત્રાધામ વારંદાવિર મહારાજના મદિરે આવે છે. જેને લઇ રાત્રે ઘરે આવતા લોકો તો પરેશાન છે.સવારે ૮ વાગે જવા માટે આવતી બસ ૭ વાગે કરતા બન્ને સમયે બસ ખાલીખમ જઈ રહી છે. બસમાં કાયમી જતા પેસેન્જરો મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેનું કારણ એ છે કે પાલનપુર એસ ટી તંત્રના અધિકારીઓ આડોડાઈ અને અધિકારીઓ અને પદાધિકારીઓના ડખાનો ભોગ બની રહ્યા છે. આ અંગે અપડાઉન કરતા લોકો અને ડાલવાણા ગામના સરપંચ કાંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ જે બસ પહેલાના સમય પ્રમાણે ચાલુ કરવામાં આવે તેવી માંગ છે. જો આ બસ સમય પહેલા સમય પ્રમાણે ચાલુ નહિ કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.