/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દાહોદમાં 3 ઓગસ્ટે યોજાશે અન્નોત્સવ કાર્યક્રમ, PM મોદી અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

ગાંધીનગર-

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પૂરા કરેલ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે, દાહોદ ખાતે, 3 ઓગસ્ટને મંગળવારના રોજ અન્નોત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે. સરકારના પાંચ વર્ષ પૂરા થતા હોવાની ઉજવણી રાજ્યવ્યાપી થઈ રહી છે. જેના ભાગરૂપે અન્નોત્સવ દિવસની ઉજવણી કરાશે.


આ કાર્યક્રમમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, ગરીબ અને અંત્યોદય પરિવારને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજની કિટનુ વિનામૂલ્યે વિતરણનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે ગુજરાતના ગ્રામ્યકક્ષાના નાગરિકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યુ છે. આ યોજના થકી કેવા કેવા લાભ મળ્યા છે. વગેરે અંગે વાતચીત કરશે.ગુજરાતના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી 'અન્નોત્સવ' કાર્યક્રમ અન્વયે 4.25 લાખ ગરીબ અને અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ 5 કિલો અનાજની કિટ વિનામૂલ્યે આપવામાં આવશે. દાહોદ જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાન ખાતેથી યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનુ વિતરણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution