/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

માર્ગો પરથી હટાવાતાં ભરૂચ કલેક્ટરને આવેદન

ભરૂચ,  દેશનું બીજા નંબરનું સૌથી જૂનું શહેરની ખ્યાતિ મેળવતું ભરૂચ સ્થાનિક નેતાગીરી અને તેના વહીવટના અભાવે મહાનગર સમકક્ષ બની શક્યું નથી. નવું ભરૂચ પોતાની આગવી ઓળખ માટે પ્રખ્યાત છે જેમાં હાઇવે ઉપર કે શહેરમાં ત્રાફિક જામની સમસ્યાઓ રાબેતામુજબ રહે છે જેના નિરાકરણ માટે સ્થાનિક નેતાઓ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય તેવી જ રીતે સ્થાનિક પ્રશ્નો પોતાની ચરમસીમાએ પહોંચે ત્યારે જ જાગૃતિ બતાવી પોતાના થકી થયેલા કામોની વાહવાહી મેળવતા હોવાનું જાણવા મળે છે. ત્યારે પોતાને થતો અન્યાયના નિરાકરણ માટે આર્ત્મનિભર બની લોકોએ જ જાગૃત થઈ પોતાના હક માટે માંગણી કરવા આગળ આવવું પડે છે. ગતરોજ ભરૂચના લારી ગલ્લા ધરકો દ્વારા જિલ્લા સમહર્તાને એક આવેદન આપ્યું હતું. ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી હોકર્સ ઝોન અને નોન હોકર્સ ઝોન તંત્ર જાહેર કરે તેવી માંગ ઉઠી છે.  

ગરીબ અને મધ્યમ વર્ગીય લારી-ગલ્લા ધારકોને વારેઘડીએ તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી સામે ઘર્ષણ ન થાય તેમજ રોજ કમાઈ ખાનાર લોકોને સેંકડો રૂપિયાનો દંડ ભરવો ન પડે તેના માટે તંત્ર દ્વારા એક ચોક્કસ કામગીરી થાય તેવી માંગ ઉઠી છે. લોન લઈ રોજ કમાઈને ખાનાર લારી ગલ્લા ધારકો માટે એક રોજ પડવો કે તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી થાય તો તેઓ વધુ આર્થિક બોજા હેઠળ દબાઈ જાય તેમ બનતું હોય છે.

જેના કારણે છેલ્લા ઘણા સમયથી અન્ય શહેરોની જેમ ભરૂચમાં પણ હોકર્સ ઝોન અને નોન હોકર્સ ઝોન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવે જેના કારણે લારી-ગલ્લા ધારકોને તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવતી હેરાનગતીથી મુક્તિ મળે અને એક નિશ્ચિત જગ્યાએ તેઓ પોતાની રોજરોટી મેળવી શકે. હિન્દુસ્થાન નિર્માણ દલ અને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના કાર્યકરોએ પણ હોકર્સ ઝોન માટેની માંગણી કરી હતી. તેમજ હિ.ની.દલના ધવલ કનોજીયાએ જણાવ્યું હતું કે હોકર્સ ઝોન એરિયા પ્રમાણે આપવામાં આવે તેમજ દરેક લારી ગલ્લા ધારકોને લાઇસન્સ આપી જેતે એરિયામાં જ તે લારી ગલ્લો ચલાવી શકે જેના કારણે એક તો ત્રાફિકની સમસ્યા હલ થશે તેમજ એક જ એરિયામાં વધારે લારી ધારકો ભેગા ન થાય સાથે જ હોકર્સ ઝોન વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં હાજર રહી માંગ કરી હતી.

ભરૂચના દાંડીયાબજારમાં રહેતા સુશીલાબેન રાઠોડ વિધવા મહિલા છે. થોડા સમય પહેલા એક અકસ્માતમાં તેમના યુવાન દિકરાનું મોત થયું હતું. હાલ તેમની ઉપર એક છોકરો અને ત્રણ છોકરીઓની જવાબદારી છે. પોતાના પરિવારનું ભરણપોષણ કરવા તેમને સેવાશ્રમ રોડ ઉપર શાકભાજીનો ઘંધો શરૂ કર્યો હતો. પહેલા લારીમાં શાકભાજી વેચતા હતા. પરંતુ તંત્રએ લારી ઉભા રાખવાનીના પાડતા ફૂટપાથ ઉપર પથારો કરી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. નગરપાલિકાએ તેમના પથારાને પણ હટાવતા રોજગારીથી વિચલીત થયેલા સુશીલાબહેને આક્રોષ સાથે કહ્યું હતું કે અમે વ્યાજે રૂપિયા લાવી ગુજરાન ચલાવવા શાકભાજીનો ઘંધો કરીએ છીએ. જાે ઘંધો જ નહીં થાય તો વ્યાજે લાવેલ રૂપીયા કઈ રીતે આપીશું ? અને જાે ઘંધો નહીં કરવા દો તો ગુજરાન કઈ રીતે કરીશું ? અને અમે ક્યાં જઈશું ?તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution