મુંબઈ-

કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં એક્ટર જિમી શેરગિલને બુધવારે પંજાબ પોલીસે લુધિયાણામાંથી ધરપકડ કરી છે. આ અગાઉ મંગળવારે ફિલ્મનું શૂટીંગ કરવાના આરોપમાં તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. આરોપ છે કે, કલાકારે શૂટીંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સની સાથે સાથે અન્ય નિયમોની પણ ખુલ્લીને ધજ્જિયા ઉડાવી હતી.

લુધિયાણાની આર્ય સ્કૂલમાં એક એક કરીને ગાડીઓ અંદર ઘૂસી, અંદરનો નજારો જોયો તો ખબર પડી કે, અંદર પંજાબી ફિલ્મોનું શૂટીંગ ચાલી રહ્યુ હતું. કલાકાર જિમી શેરગીલ શૂટીંગ માટે આવવાનો હતો. કોર્ટે આર્ય સ્કૂલ સામે મોટી કાર્યવાહી કરી છે. જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ ત્યારે એસીપી વરિયામ સિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે શૂટીંગ અટકાવી દીધુ. ફિલ્મના ડાયરેક્ટરે તેમને મંજૂરીના કાગળિયા બતાવ્યા હતા. ત્યાર બાદ તેમણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા ડાયરેક્ટર સહિત બે લોકોને 2-2 હજારનો દંડ પણ ફટકાર્યો છે.