મુંબઈ-

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જ્યાં કલાકારો સતત તેમના વીડિયો અને ચિત્રો શેર કરે છે. આવી સ્થિતિમાં હવે અભિનેતાએ પોતાનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. જે હવે ચર્ચામાં છે. આ નવા વીડિયોમાં અભિનેતા સંપૂર્ણ રીતે બદલાયેલા અંદાજમાં જોવા મળી રહ્યો છે. જ્યાં બોલિવૂડના ઘણા મોટા કલાકારો પણ તેનો આ લૂક જોઈને ચોંકી ઉઠ્યા છે.

આ વીડિયોમાં અભિનેતા એકદમ સુપરહીરો લાગે છે. જ્યાં તેણે આંખો પર લાઈટ્સ સાથે ચશ્મા પહેર્યા છે. વીડિયોમાં તે બિલ્ડિંગની ઉપરથી કૂદતો પણ જોવા મળે છે. અભિનેતાએ આ પોસ્ટ સાથે કેપ્શનમાં તેણે કહ્યું છે કે, તેણે જે આજે પોસ્ટ કર્યું છે, તેના વિશે આવતીકાલે જણાવીશ. અભિનેતાની આ પોસ્ટ જોઈને લાગે છે કે તે કંઈક અલગ લાવશે. જેને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવશે. આવી સ્થિતિમાં બોલિવૂડના કેટલાક કલાકારોએ કાર્તિકની આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કાર્તિકને આ પોસ્ટ વિશે પૂછ્યું છે. અભિનેતાના મિત્ર ભૂમિ પેડનેકરે આ પોસ્ટ પર ટિપ્પણી કરતાં પૂછ્યું કે “આ શું છે?” ભૂમિના આ પ્રશ્ન પર જવાબ આપતા કાર્તિક આર્યને જવાબ આપ્યો છે કે "પ્રતીક્ષા કરો, જરા રાહ જુઓ, "

આ દિવસોમાં કાર્તિક આર્યનના જીવનમાં કંઈ સારું નથી થઈ રહ્યું. તાજેતરમાં જ તેમના હાથમાંથી ઘણી મોટી ફિલ્મો જતી રહી છે. શરૂઆતમાં કરણ જોહરે તેની ફિલ્મ 'દોસ્તાના 2' માંથી અભિનેતાને પડતો મૂક્યો હતો. જે બાદ તેને શાહરૂખ ખાન નિર્મિત ફિલ્મ ફ્રેડીમાંથી પણ થોડા દિવસો પહેલા બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ અભિનેતાએ હાર માની નથી. જ્યારે તે બોલિવૂડમાં આવ્યો હતો, ત્યારે તેને ખાલી હાથે સંઘર્ષ કર્યો હતો. આવી સ્થિતિમાં કાર્તિક આર્યનની ફિલ્મ 'ધમાકા' બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે. આ સાથે જ તે તેની આગામી ફિલ્મોનું શૂટિંગ પણ ખૂબ જલ્દીથી શરૂ થઈ રહ્યું છે.