વડોદરા, તા. ૧૫

મ.સ.યુનિ.ની ઐતિહાસિક ફેક્લ્ટી એટલે કે આર્ટસ ફેકલ્ટીમાં ચાર વર્ષ પહેલાં નવીનીકરણની કામગીરી થયાં બાદ ફેક્લ્ટીનો અમૂક ભાગ અધૂરી કામગીરી સાથે મૂકી દેતાં મોટા જથ્થામાં કાટમાળ વર્ષોથી પડી રહેતાં તેમાં સરીસૃપોની અવરજવર જાેવા મળી હતી, જેને કારણે ફેકલ્ટીમાં ભણતાં વિદ્યાર્થીઓમાં ભયની સ્થિતિ ઉદ્‌ભવેલી જાેવા મળી હતી, જેથી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અવારનવાર ડીનને રજૂઆત કરવા છતાં પણ કામ ન થતું હોવાથી આખરે તેઓ વરસતા વરસાદમાં સાઈકલ લારીમાં તમામ કાટમાળ ઊંચકી આવીને ડીન ઓફિસની બહાર ઠાલવ્યો હતો. તેઓએે જણાવ્યું હતું કે હજી પણ નિરાકરણ નહીં આવે તો ફેકલ્ટીને ઘેરી લઈને બંધ કરાવી દઈશું.

મ.સ.યુનિ.ના યુવા શક્તિ ગ્રૂપ દ્વારા આર્ટસ ફેકલ્ટીમાં વિરોધ પ્રદર્શન યોજીને વિરોધ વ્યકત કરતા જણાવ્યું હતું કે, આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજ સહીતના સ્થળ ને રીનોવેશન ના નામે બંધ કરી દેવા માં અવ્યો છે જેનું રીપેરીંગ કામ કાજ બંધ છે, જેને લઇ ને વિદ્યાર્થીઓ ની ભારે મુશ્કેલીઓ ભોગવવા નો વારો આવ્યો છે આ અંગે યુવા શક્તિ ગ્રૂપ દ્વારા અનેક વખત મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી છ,ે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં લેવાતાં વિદ્યાર્થિઓ દ્રારા આજે આર્ટસ ફેકલ્ટી ના ગુંબજ વિસ્તાર માં સાફ સફાઇ કરી કાટમાળનો સમાન આર્ટસ ફેકલ્ટી ડીનની કચેરી ખાતે ફેંકી વિરોધ પ્રદશન કર્યું હતું. અંદાજિત ૧૫ વર્ષ પહેલાં આર્ટ્‌સ ફેકલ્ટીનું સમારકામ વડોદરાના જાણીતાં આર્કિટેક કરણ ગ્રોવર સહિતના અન્ય ખ્યાતનામ આર્કિટેક દ્વારા કરવામાં આવ્યું હતું. જાેકે, આર્ટસ ફેકલ્ટીની ધરોહર અને હેરિટેજસમા ગુંબજ ફરી એક વખત બિસ્માર હાલતમાં આવી જતાં ૪ વર્ષ પહેલાં દ્વારા તેનું ફરી એક વખત સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ગુંબજ સહિતનો વિસ્તાર અવર જવર માટે બંધ હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કામગીરી પણ અધૂરી મૂકી દેવામાં આવી હોવાથી સામાન પણ કહોંવાઈ જતા ઝેરી જીવ જંતુઓનો ભય પણ સતાવી રહ્યો છે. જેને લઇને આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ત્યાં પડેલો કચરો સામાન ડીન ઓફિસ ખાતે ફેંકી વિરોધ કર્યો હતો.