શાંક્સી-

ચીનના શાંક્સી પ્રાંતમાં એક રેસ્ટોરાં તૂટી પડવાથી 29 લોકોના મોત થઈ ગયા છે અને 28 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલો છે. ઇજાગ્રસ્ત પૈકી 7 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આખી રાત રાહત અને બચાવની કામગીરી ચાલુ રહી હતી અને સવાર સુધી માં તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છેઅને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

રેસ્ટોરન્ટ તૂટી પડતા લોકો એ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. શિન્હુઆના રિપોર્ટ પ્રમાણે 840 બચાવકર્મી, 100 મેડિકલ વર્કર્સ, અને 15 એમ્બ્યુલન્સે રાહત અને બચાવ કામ કર્યું. ચીની ટીવી ચેનલ સીજીટીએનના મતે રાત્રે અંદાજે 3.45 વાગ્યે રાહત અને બચાવ કામને બંધ કરી દીધું. કુલ 57 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે તેમાંથી 29 જેટલા મૃતદેહો મળી આવ્યા હતા, આ સિવાય 28 લોકો ઘાયલ છે જેમાંથી 7 ગંભીર છે કાટમાળ હટાવવા ભારે મશીનો અને માણસો કાઢવા ટ્રેઇની કુતરાઓ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.