રાજકોટ-

મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક બોજો પડ્યો છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં હવે રૂપિયા 25 જેટલો વધારો થયો છે. કપાસિયા તેમજ સીંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો થતાં પામતેલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે તેલના ભાવ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં હવે ખાદ્ય તેલના ભાવમાં પણ રૂપિયા 25નો વધારો થયો છે. જેને લઇને મધ્યમવર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. એવામાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતાં મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને આર્થિક પરિસ્થિતિ કથળી છે, ત્યારે આ તહેવારોની સાથે હવે ઘર કેમ ચલાવવું જેવી ચિંતા સાથે હાલ મધ્યમ અને સામાન્ય વર્ગને મુશ્કેલી પડી રહી છે.