/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

BAIએ કોવિડ-19ના વધતા જતા કેસોને જોતા ઘરેલુ બેડમિંટન ટૂર્નામેન્ટ મુલતવી રાખી

નવી દિલ્હી

બેડમિંટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (બીએઆઈ) એ દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતાં સોમવારે એપ્રિલ અને મે મહિનામાં યોજાયેલી તમામ સ્થાનિક ટૂર્નામેન્ટોને સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના ચેપના એક લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાયરસ ચેપના વધતા જતા કેસોથી ચિંતિત બીએઆઈએ તમામ હિતધારકોને સ્પર્ધા મુલતવી રાખવા જણાવ્યું છે. સિનિયર રેન્કિંગ ટુર્નામેન્ટ આ મહિનામાં ૧૮ થી ૨૫ એપ્રિલ દરમિયાન બેંગલુરુમાં યોજાવાની હતી. જ્યારે જુનિયર અને સબ-જુનિયર ટુર્નામેન્ટ્‌સ મેમાં હૈદરાબાદમાં યોજાવાની હતી ત્યારે વિવિધ સ્થળો પરની અન્ય ટૂર્નામેન્ટો પણ મોકૂફ રાખવામાં આવી છે.

તમામ માન્ય રાજ્ય એકમોને મોકલવામાં આવેલા પત્રમાં બીએઆઈના સચિવ અજયકુમાર સિંઘાનિયાએ લખ્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને આ પ્રકારનું પગલું ભરવાની ફરજ પડી હતી. સિંઘાનિયાએ તેમના પત્રમાં લખ્યું છે કે, "રોગચાળાની વર્તમાન સ્થિતિને કારણે ખેલાડીઓ તકનીકી અધિકારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અધ્યક્ષે હવે ઓલ ઈન્ડિયા રેન્કિંગ ટૂર્નામેન્ટ્‌સ મુલતવી રાખવાની સલાહ આપી છે."

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution