નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી 'ફિટ ઈન્ડિયા' અભિયાનની પહેલી વર્ષગાંઠના અવસરે ફિટનેસ અંગે જાગરૂકતા ફેલાવનારા સિતારાઓ સાથે વાતચીત કરી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, અભિનેતા મિલિન્દ સોમણ અને મશહૂર ડાયેટિશિયન ઋજૂતા દિવેકર ઉપરાંત અનેક એવા સિતારાઓ છે જેમની સાથે પીએમ મોદીએ પ્રેરણાદાયક સંવાદ કર્યો 

પીએમ મોદીએ વિરાટ કોહલી સાથે વાત કરતા કહ્યું કે તમારું નામ પણ વિરાટ અને કામ પણ વિરાટ. સંવાદ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે અમે જે પેઢીમાં રમવા લાગ્યા ત્યારે ખેલની ડિમાન્ડ બદલાઈ ગઈ હતી. અમારી સિસ્ટમ ખેલ માટે યોગ્ય ન હતી એટલે ખેલના કારણે મારે ઘણું બદલવું પડ્યું. જો પ્રેક્ટિસ મીસ થઈ જાય તો ખરાબ નથી લાગતું પણ ફિટનેસનું ધ્યાન રાખું છું. પીએમ મોદીએ હસતાં હસતાં એમ પણ કહ્યું કે દિલ્હીના છોલે ભટુરે ન ખાઓ તો દુખ થતું હશે. વિરાટે કહ્યું કે હું મારી નાનીને જોતો હતો જે ઘરનું ખાતી હતી અને સ્વસ્થ રહેતી હતી. આ અગાઉ પહેલા હું જ્યારે પ્રેક્ટિસ કરતો હતો ત્યારે બહારનું ઘણું ખાતો હતો. પરંતુ હવે ચીજો ઘણી બદલાઈ ગઈ છે. મને પછી લાગ્યુ કે ફિટનેસને લઈને કામ કરવાની જરૂર છે. કારણ કે જો તમે ફિટ નહીં રહો તો ઘણું બધું નહીં કરી શકો. .