મુંબઈ

બજાજ ફાઇનાન્સનો નાણાકીય વર્ષ ૨૦૨૨ ના જુન ક્વાર્ટરમાં નફો ૪.૨% વધીને ૧૦૦૨.૪ કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સનો નફો ૯૬૨.૩ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨ ના પહેલા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સની વ્યાજ આવક ૮% વધીને ૪,૪૮૯ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સની વ્યાજ આવક ૪,૧૫૨ કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સના ગ્રૉસ એનપીએ ૧.૭૯% વધીને ૨.૯૬% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સના નેટ એનપીએ ૦.૭૫% થી વધીને ૧.૪૬% રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં બજાજ ફાઈનાન્સના પ્રોવિઝન ૧૨૩૧ કરોડ રૂપિયાથી વધીને ૧૭૫૦ કરોડ રૂપિયા રહ્યા છે.