વડોદરા : વડોદરા શહેરની રાવપૂરા બેઠકનાં ઉમેદવાર પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ બાળકૃષ્ણ શુક્લ ( બાળુ શુક્લ)એ વાડી સ્થિત ભારત માતા મંદિર, મહારૂદ્ર હનુમાન મંદિરેથી અગ્રણીઓ સમર્થકો હોદેદારોની સાથે જંગી રેલી યોજીને ઉમેદવારી નોંધાવી હતી.વિજય, વિશ્વાસ સંકલ્પ રેલીમાં ઠેર ઠેર પુષ્પહાર અને પુષ્પવર્ષા કરીને બાળકૃષ્ણ શુક્લનું સ્વાગત કરવામાં આંવ્યુ હતું.વિશાળ એવી ફોર્મ ભરવાની રેલી જ વિજય યાત્રા જેવી ભવ્ય નિકળી હતી.

વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લએ સવારે વાડી મહાદેવ તળાવ પાસે આવેલા પ્રતાપરૂદ્ર હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા બાદ ભારત માતા મંદિર, મહારૂદ્ર હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા.સાંસદ રંજનબેન ભટ્ટ, રાવપુરાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,પ્રદેશ ભાજપાના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ડે.મેયર નંદાબેન જાેશી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા સહિત ભાજપનાં અગ્રણીઓ કાઉન્સિલરો હોદ્દેદારો સાથે જંગી રેલી સ્વરૂપે ઉમેદવારીપત્ર ભરવા નિકળ્યા હતા.

ભારત માતા મંદિર મહારૂદ્ર હનુમાન મંદિર ખાતે દર્શન કરીને વાજતે ગાજતે નિકળેલી રેલીમાં એક હજારની વધુ ટુ વ્હીલર સાથે કાર્યકરો સમર્થકો અને કાંઉન્સિલરો જાેડાયા હતા.વાડીથી નિકળેલી રેલી વાડી રંગમહાલ, શનિ મંદિર, વાડી ટાવર રોડ,ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ, માંડવી, અંબામાતા મંદિર, ભગતસિંહ ચોક, પદમાવતી શોપિંગ સેન્ટર,ગાંધી નગર ગૃહ,પંચમુખી મહાદેવ મંદિર, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી.

રેલીનો સમગ્ર માર્ગ કેસરીયા રંગે રંગાયો હતો.માર્ગમાં ઠેર ઠેર પુષ્પહાર અને પુષ્પવર્ષા કરીને બાળકૃષ્ણ શુક્લનું સ્વાગત કરી લોકોએ આવકાર્યા હતા. માંડવી અંબા માતાના મંદિર પાસે રેલી પહોંચતા અહીં વેપારી સંગઠનોએ વિશાળ હાર પહેરાવીને તેમને શુભેચ્છા સાથે આવકાર્યા હતા. રેલીનામાર્ગમાં વિવિધ સંગઠનોની સાથે મુસ્લીમ સમુદાયના અગ્રણિઓએ પણ પુષ્પહાર પહેરાવી શુભેચ્છા આપી સ્વાગત કર્યું હતું.તો અનેક સ્થળે પુષ્યહાર સાથે આતીશબાજી કરીને સ્વાગત કર્યું હતું. એમ.જી રોડ પર જંગી રેલી પહોંચતા જ અનોખો કેસરીયો માહોલ જાેવા મળ્યો હતો. સવારે ૧૦ વાગે વાડી ભારતમાતા મંદિરેથી નિકયેલી જંગી રેલીમાં હજારોની સંખ્યામાં કાર્યક્રરો સાથે લોકો પણ જાેડાયા હતા. લોકોનું અભિવાદન ઝીલતા બપોરે બે વાગ્યાની આસપાસ કલેક્ટર કચેરીએ પહોંચી બાળકૃષ્ણ શુક્લએ ઉમેદવારી ભર્યું હતું.

 બાળકૃષ્ણ શુકલ પ્રથમ ઉમેદવાર છે જેમની ઉમેદવારી ફોર્મ ભરવાની રેલી વાડી ભારતમાતા મંદિરેથી નિકળી હતી. આમ ફોર્મ ભરવાની જંગી રેલી જ વિજય યાત્રા જેવી ભવ્ય નિકળી હતી. ઉમેદવારી પત્ર ભર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પ્રતિભાવ લોકો તરફથી મળ્યો છે તેે જાેતા વડોદરાની રાવપુરા જ નહી પરંતુ પાંચે બેઠકો એક લાખ કરતા વધુ મતોથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

માંડવી રોડ ખાતે વેપારીઓએ ૫૯ ફૂટના હાર સાથે સ્વાગત કર્યુ

રાવપુરા વિઘાનસભા બેઠકના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લની જંગી રેલી માંડવી રોડ અંબામાતાના મંદિર પાસે પહોંચતા સ્થાનિક વેપારીઓએ તેમનુ ૫૯ ફૂટના વિશાળ હાર સાથે સ્વાગત કરીને તેમને આવકાર્યા હતા.ઉપરાંત માર્ગ પર ઠેર ઠેર વિવિઘ સંગઠનો,મુસ્લીમ અગ્રણીઓ,પદ્માવતી શોપીંગ સેન્ટર અને ગાંઘીનગરગૃહ પાસે સીન્ઘી વેપારીઓએ સ્વાગત કરીને તેમને આવકાર્યા હતા અને શુભેચ્છા આપી હતી.રેલીનો સમગ્ર માર્ગ ભગવા રંગે રંગાઈ ગયો હતો.ઉપરાંત રેલીના માર્ગ પર ઠેર ઠેર આતશબાજી અને પુષ્પવર્ષા કરીને પણ તેમનુ સ્વાગત કરવામાંં આવ્યુ હતુ