અમદાવાદ, શહેરનું સાબરમતી સેન્ટ્રલ જેલમાં એનક વિવાદો સામે આવ્યા છે ત્યારે સાબરમતી જેલ ધીરે ધીરે આધુનિકરણ તરફ વળી રહ્યુ છે. જેમાં જેલમાં બેટરીથી ચાલતા સ્કુટરો મુકવામાં આવ્યા છે. જેના કારણે પોલીસ કર્મીઓને પેટ્રોલીંગ કરવાનું સરળ રહે તથા જેલમાં કોઈ અનિચ્છનિય બનાવ બને ત્યારે ઝડપી પહોંચી જવા માટે આ સ્કુટરનો ઉપયોગ થાય. આ સ્કુટરને પગલે જેલમાં કેદીઓની દરેક ગતિવિધી પર પણ ઘ્યાન રાખાશે.

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીની વિવાદોમાં ધેરાયેલી છે જેમાં ૨૦૧૩માં થયેલો સુરંગકાન્ડ અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ ગણવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જેલની સુરક્ષાને લઈને કોઈ વિવાદ ન સર્જાય તે માટે જેલને સીક્યુરીટી મામલે વધુ હાઈટેક બનાવવામાં આવી રહ્યુ છે. ૬ કિલોમીટર સુધી માં ફેલાયેલી સાબરમતી જેલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં ઘણો સમય પસાર થઈ જતો હતો. જેના પગલે હવે તે સમયને બચાવવા માટે જેલસત્તાધીશોએ બેટરી ઓપરેટ સેલ્ફ બેલેન્સીગ સ્કુટર વસાવ્યુ છે. જેલના કોઇપણ ખુણે જવુ હોય તો આ બેલેન્સીગ સ્કુટર જેલ કર્મચારીઓ માટે આસાન રહેશે. અત્યાર સુધી જેલના કર્મચારીઓ ફૂટ પેટ્રોલીગ કરતા હતા. જેના કારણે લાંબો સમય લાગતો હતો.પરંતુ હવે બેટરી થી ચાલતા ઇલેક્ટ્રિક સ્કૂટર આવતા જેલ કર્મી ને પેટ્રોલિંગ મા સરળતા રહશે અને ઝડપથી પેટ્રોલિંગ કરી શકશે.સેન્ટ્રલ જેલમાં કોઇ અનિચ્છનીય બનાવ બને અને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવુ હોય તેમજ ફુટપેટ્રોલીગની જગ્યાએ ઝડપી પેટ્રોલીગ કરવુ હોય તે માટે બેટરી ઓપરેટ સેલ્ફ બેલેન્સીગ સ્કુટર વસાવ્યુ છે. સેન્ટ્રલ જેલમાં દસ કિલોમીટર જેટલા રસ્તા છે જેમાં બાઇકનો ઉપયોગ થતો હતો પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યા બાઇક પણ જઇ શકતુ નથી ત્યારે આવી જગ્યાઓ પર પહોચવા માટે સેલ્ફ બેલેન્સીગ સ્કુટર વસાવ્યુ છે. જેલ ના આધુનિકરણ માટે રાજ્ય ના પોલીસ વડા એ જેલ વિભાગ ને કુલ ૮ આ પ્રકાર ના વાહન આપ્યા છે.

સેન્ટ્રલ જેલમાં ૧૨૬ બેરેક છે

છ કિલો મીટર સુધી ફેલાયેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૨૬ બેરેક છે જેમાં ત્રણ હજાર કરતા પણ વધુ કાચા કામ તથા પાકા કામના કેદીઓ છે. જાે કે તેમને રોજ ૯ કલાક માટે બહાર કાઢવામાં આવે છે કેદીની પુરતી સલામતી રાખવા માટે જેલ અધિક્ષક સહીત ૪૦૦ જેલસિપાહી, હવાલદાર,સુબેદાર તમામ કેદીઓની સપરક્ષા રકતા હોય છે અને તેમની દરેક હરકત પર નજર રાખતા હોય છે.

સેન્ટ્રલ જેલમાં ૨૧૪ ફુટ લાંબી સુરંગ ખોદી હતી

શહેરમાં ૨૦૦૮માં થયેલ સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આંતકવાદીઓને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા.જાે કે ૨૦૧૩માં આ આંતકવાદીઓએ જેલમાંથી ભાગવા માટે જેલની અંદર ૨૧૪ ફુંટ લાંબી સુરંહ ખોદી હતી. જેલની અંદર હાઈસીક્યુરીટી હોવા છંતાય આંતકવાદીઓ આ ધટનાને અંજાન આપ્યો હોવાથી જેલમાં રહેલી સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા હતા.