ઇસ્લામાબાદ-
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા હોય છે.અહીંયા હિન્દુઓ માટે જીવવુ મુશ્કેલ છે.આ સંજાેગોમાં પણ ૨૬ વર્ષની એક હિન્દુ યુવતીએ રચેલા ઈતિહાસની ચર્ચા થઈ રહી છે.
૨૬ વર્ષની મનીષા રોપેટા પાકિસ્તાનની પહેલી હિન્દુ મહિલા ડીએસપી બની ગઈ છે. આમ તો સિંધ પ્રાંતની જેકોબાબાદ જિલ્લાની રહેવાસી છે પણ વર્ષો પહેલા તેનો પરિવાર કરાંચી શિફ્ટ થઈ ગયો હતો. અહીંયા તેણે ફિઝિયોથેરાપીમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી અને એ પછી તેણે તાજેતરમાં સિંધ રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી હતી. જેમાં તેણે ૧૬મુ સ્થાન મળ્યુ હતુ. સોશિયલ મીડિયા પર તેની સિધ્ધિની ચર્ચા થઈ રહી છે. તેની નિમણૂંક પોલીસ તંત્રમાં ડીએસપી તરીકે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકોને તેને અભિનંદન પણ આપી રહ્યા છે. કપિલ દેવ નામના યુઝરે તેની સિધ્ધિ અંગે જાણકારી આપતુ ટિ્વટ કર્યુ હતુ અને એ પછી તેના પર લોકોએ પ્રત્યાઘાત આપવાનુ શરુ કર્યુ હતુ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments