/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે અમદાવાદના પ્રવાસે

ગાંધીનગર-

તા. 4 જાન્યુઆરીના રોજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરાવામાં આવશે. તા. 4 જાન્યુઆરીના રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની આગેવાનીમાં અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભાજપાની પ્રદેશ બેઠક યોજાશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અધ્યક્ષ બન્યા બાદ આ તેમનો પહેલો પ્રવાસ છે. આગામી માસમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પ્રવાસ મહત્વપૂર્ણ છે. સંગઠનાત્મક ફેરફારને લઈને RSS સાથેની બેઠકમાં રામમંદિર નિર્માણને લઈને ચર્ચા થઈ શકે છે.ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાશે. તેમાં સૌથી મહત્વની મહાનગરપાલિકા અમદાવાદની છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેને લઇને ચૂંટણીપંચ તેમજ જિલ્લા કલેક્ટરો દ્વારા પણ ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા મતદાર નોંધણીનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. નગરપાલિકાઓમાં 62 જેટલી નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution