મુંબઈ-

સંજયલીલા ભણસાલીએ હિન્દી ફીલ્મ ઈડસ્ટ્રીમાં સોમવરે ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે.આ ૨૫ વર્ષના સમય દરમિયાન સંજયલીલા ભણસાલીએ, “ બ્લેક, દેવદાસ, હમ દિલ દે ચુકે સનમ, ગુજારીશ, ખામોશી ધ મ્યુઝિકલ “ જવી પ્રતિષ્ઠિત ફિલ્મોનુ નિર્દેશન કર્યુ છે.

“ હીરામંડી “ એક મહાકાવ્ય.

ભણસાલી પોતાના નવા પ્રોજેક્ટ તૈયાર છે. જે પ્રોજેક્ટનુ નામ હિરામંડી છે. જે નેટફ્લિક્સ પર સ્કીમીંગ થશે. હિરામંડી એક મહાકાવ્ય છે. લાહોરની ગણીકાઓની વાર્તા કજૂ કરતી આ સીરીઝ તેમના ઓછા જાણીતા પસાઓને રજૂ કરશે. ફીલ્મની કાસ્ટ જાહેર કરવામાં આવી નથી. સંજયલીલા ભણસાલીએ તેના ઉપર વધુ જણાવતા કહ્યુ “ હિરામંડી એક ફિલ્મ નિર્માતા તરીકેની મારી યાત્રામાં મહત્વરૂપી સીમાચીન્હરૂપ છે. લાહોરની ગણીકાઓ પર આધારિત આ મહાકાવ્યની પ્રથમ સિરિસ છે. તેની મહત્વકાંક્ષા અને તેની ભવ્યતાને આ સિરિઝમા સમાવિષ્ટ કરવી જેથી હુ તેને બનાવવા માટે નર્વસ છતા ઉત્સાહિત છું. હું નેટ્ફ્લિકસ સાથે મારી ભાગીદારીની રાહ જોઇ રહ્યો છું. હિરામંડીને સમગ્ર વિશ્વમાં દર્શકો માટે લાવીશ.’’

નેટફ્લિક્સ ઇન્ડિયા પર લાવવા ઉત્સાહિત

નેટફ્લિક્સનાં સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં આ સિરિઝ પર અપડેટ શેર કર્યુ અને કેપ્શનમાં લખ્યુ “સંજયલીલા ભણસાલીની હિરામંડી નેટફ્લિક્સ પર સ્કીમીંગ થશે. અમારી પાસે પૂરતા શબ્દો નથી કે અમે કેટલા ઉત્સાહિ છીએ. ભણસાલી આ નેટફ્લિક્સ ઓરિજિનલ સિરિઝથી અમારી સાથે ભગીદારી કરી રહ્યા છે.” ભણસાલીએ પણ ભણસાલી પ્રોડ્કશનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં આ જાહેરાત કરતા કેપ્શનમાં લખ્યુ “ એક મહાકાવ્ય અનુભવ તમારી રાહ જોઇ રહ્યો છે. સંજયલીલા ભણસાલીની હિરામંડીને નેટફ્લિક્સ ઇન્ડિયા પર લાવવા ઉત્સાહિત છીએ.