સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, વરુણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે એકતા કપૂરે નવા વર્ષના પહેલા દિવસે રિલીઝ થતી કુલી નંબર વનના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ ખરીદી લીધા છે. ચર્ચા છે કે બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી અભિનેતા વરૂણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ ઓછી થઈ રહી છે.
કોરોના વાયરસને લીધે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ છેલ્લા ઘણા સમયથી ઠપ્પ થઈ ગયું હતુ. પરંતુ હવે ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી છે. ટેલિવિઝન સિરિયલોનું શુટીંગ પણ ચાલુ થઇ ગયું છે. પરંતુ ફિલ્મોનું શૂટિંગ હજી સુધી શરૂ થઇ શકયું નથી. જો કે ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશનનું કામકાજ ચાલુ જ છે. તેની વેલ્યૂ વધારવા માટે ફિલ્મ કુલી નંબર વનના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ બાલાજી મોશન પિકચર્સે ૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આ ડીલ લોકડાઉન પહેલાં જ થઈ ગઈ હતી.
વરૂણની આ ફિલ્મનું નિર્દેશન તેના પિતા ડેવિડ ધવને કર્યુ છે. લોકડાઉનને લીધે ફિલ્મ રિલીઝ થઇ શકી નથી.. અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેવી ચર્ચા હતી. પરંતુ ડેવિડ ધવને સ્પષ્ટ કહ્યું છે કે ફિલ્મ સિનેમાઘરોમાં જ આવશે અને આવતા વર્ષની પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments