મુંબઈ

ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે સોમવારે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ૨૦૨૧ ના ત્રિમાસિક ગાળામાં કંપનીને રૂ. ૭૫૯ કરોડનો ચોખ્ખો નફો થયો હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને ૫,૨૩૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ભારતી એરટેલની કન્સોલિડેટેડ આવક ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધીને રૂ. ૨૫,૭૪૭ કરોડ થઈ છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. ૨૩,૦૧૯ કરોડ હતી.

ભારતી એરટેલે માર્ચ ૨૦૨૧ ના ક્વાર્ટરમાં વધુ ગ્રાહકો ઉમેર્યા છે. આ સાથે કોરોનાને કારણે કંપનીનો ડેટા વપરાશ ઘરેથી કામમાં વધારો થયો છે. માર્ચ ૨૦૨૧ ના ત્રિમાસિક ગાળામાં ટેલિકોમ કંપનીની સરેરાશ આવક (એઆરપીયુ) ૫.૮ ટકા ઘટીને રૂ. ૧૪૫ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે (એઆરપીયુ) રૂ. ૧૫૪ હતો. માર્કેટ નિયમનકારે આ વર્ષે ૧ જાન્યુઆરીથી ઇન્ટરકનેક્ટ ચાર્જ હટાવતાં એઆરપીયુમાં ઘટાડો થયો છે. ભારતી એરટેલનો શેર ચોથા ત્રિમાસિક પરિણામો જાહેર થયા પહેલા આશરે ૨ ટકા ઘટીને રૂ. ૫૪૯ પર બંધ થયો હતો.