ભરૂચ-

દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.કંપનીના ઈ.ટી.પી પ્લાન્ટમાં લાગેલ આગ પર ફાય વિભાગે કાબુ મેળવ્યો હતો. ઘટના બાદ કાટમાળની તપાસ દરમ્યાન ૧ કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો. ઓદ્યોગિક હબ દહેજમાં આવેલ હિમાની ઓર્ગેનિક કંપનીમાં આજરોજ સવારના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી.ધુમાડાના ગોટે ગોટા નજરે ચઢતા દોડધામ મચી જવા પામી હતી.આગ કંપનીનાં ઈટીપી પ્લાનમાં લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપની અને કોન્ટ્રાકટમાં કામ કરતા કર્મચારીઓ તથા કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બે ફાયર ફાયટરોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનામાં 1 કામદારનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે. કંપની એગ્રોકેમિકલનું ઉત્પાદન કરે છે ત્યારે કંપનીમાંથી નીકળતા રસ્યન યુક્ત પાણીના ટ્રીટમેન્ટ માટે ઈ.ટી.પી.પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જેમાં આગળ ફાટી નીકળી હતી.આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી જો કે સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.