વડોદરા, તા. ૨૪

ગુરુકુલ વિદ્યાલય ખાતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની ઉપસ્થિતીમાં શાળાના ચારસો વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શંકરાચાર્ય રચિત ભવાની અષ્ટકમનું સામુહિક ગાન કરવામાં આવ્યુ હતું. તે સિવાય વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોની સાથે આધ્યાત્મિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

હરણી વારસિયા રીંગ રોડ ખાતે આવેલ ગુરુકુલ વિદ્યાલય ખાતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની ઉપસ્થિતીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકાવન બ્રાહ્મણો દ્વારા ગીતાજીનો પંદરમો અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું. એકાવન કુવાંરિકાઓ દ્વારા કળશ યાત્રા યોજવામાં આવી હતી. તે સિવાય મરાઠી વિદ્યાર્થીનીઓ દ્વારા લેઝીમ બેન્ડ રજૂ કરવાની સાથે રાજ્યના વિવિધ લોક નૃત્ય અને ગરબાની રજૂઆત કરવામાં આવાી હતી. તે સિવાય શાળામાં અભ્યાસ કરતા ધો.૬ થી ૧૨ના ચારસો વિદ્યાર્થીઓ દ્વારા પંદરમા અધ્યાયમાં આવેલ ભગવાન શંકરાચાર્ય રચિત ભવાની અષ્ટકમનું સામુહિક ગાન કરવામાં આવ્યું હતું. તે સિવાય મહારાજશ્રી દ્વારા બાળમાનસમાં ઉપજતા વિવિધ આધ્યાત્મિક સવાલોના નિરાકરણ માટે પ્રશ્નોતરીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.