ઇસ્લામાબાદ-

પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી મિશન મોડમાં એક્ટિવ થઈ ચુકી છે. જીતવાના ઇરાદા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહેલી બીજેપીએ હવે ચૂંટણી પંચને પત્ર લખીને બુરખો પહેરીને વોટ નાંખનારા મતદારોને વેરિફાઈ કરવાની અપીલ કરી છે. નાયબ ચૂંટણી કમિશનરને પત્રમાં બીજેપીએ વોટર્સની પ્રામાણિકતાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. બીજેપીએ કહ્યું છે કે, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મહિલાઓ બુરખો પહેરીને જ વોટ નાંખે છે. સેન્ટ્રલ પોલીસ ફૉર્સના જવાન માટે બૂથમાં એન્ટ્રીથી પહેલા ઓળખ સ્પષ્ટ કરવી સંભવ નથી હોતી. પોલિંગ બૂથ પર સીપીએફ મહિલા જવાનોની સંખ્યા વધારવાની માંગની સાથે જ બીજેપીએ બાંગ્લાદેશની સરહદથી અડીને આવેલા વિસ્તારોમાં વોટર્સની સંખ્યામાં વધારા પર પણ ચિંતા વ્યક્ત કરી છે.

ચૂંટણી પંચને લખેલા પત્રમાં બીજેપીએ કહ્યું છે કે, વોટર્સમાંથી મોટાભાગના લઘુમતી છે. પત્રમાં બીજેપીએ વધેલી સંખ્યાવાળા વિસ્તારોનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ‘ઉદાહરણ તરીકે વિધાનસભા નંબર ૧૪૯ કસબા, ૧૫૧ સોનારપુર, ૧૫૭ મેતિયાબ્રૂઝમાં મતદારોની સંખ્યામાં લગભગ ૧૦ ટકાનો વધારો થયો છે. આ તમામ વિધાનસભાઓમાં કોઈ નવી ટાઉનશિપ અથવા વસવાટ પણ નથી થયો, તેમ છતા વોટર્સની સંખ્યામાં વધારો શંકા પેદા કરે છે.

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પહેલાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો. વધુ એક વરિષ્ઠ નેતા શીલભદ્ર દત્તાએ પણ આજે પાર્ટીની સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. બે દિવસમાં મમતા બેનર્જી માટે આ ત્રીજાે મોટો ઝાટકો છે. આની પહેલાં ગુરૂવારના રોજ સુવેંદુ અધિકારી અને આસનસોલ જિલ્લાઅધ્યક્ષ જીતેન્દ્ર તિવારીએ પાર્ટી છોડી દીધી હતી.