વડોદરા

વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં નવીન સંગઠનની રચના કરવામાં આવી છે. જેમાં વડોદરા તાલુકા સંગઠનના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે અણખીના દેવેન્દ્રસિંહ ફતેહસિંહ પાટણવાડીયાની વરણી કરાઈ છે. જયારે બે મહામંત્રીમાં પોરના પાર્થ પટેલ અને દુમાડના સરદારસિંહ જાલમસિંહ રાઠોડ નિમાયા છે. છ ઉપપ્રમુખોની વરણીમાં આલમગીરના બિપીનભાઈ મહિજીભાઈ પટેલ, પોરના આશિષભાઇ શાંતિલાલ પટેલ, શેરખીનાં રણજીતસિંહ અમરસિંહ જાદવ, નંદેસરીના જગદીશભાઈ પુંજાભાઈ ગોહિલ, સોખડાના અર્પણભાઇ નલીનભાઇ પટેલ અને આજાેડના શીલપાબેન કમલેશભાઈ પટેલની વરણી કરાઈ છે. આજ પ્રમાણે છ મંત્રીઓમાં દશરથના પ્રફુલ્લભાઇ દિનેશચંદ્ર પંડ્યા, પદમલાના ભાવેશભાઈ કંચનભાઈ પટેલ, સુંદરપુરાના જતીનભાઈ ચીમનભાઈ વણકર, કોયલીના રમીલાબેન રણજીતસિંહ જાધવ, સોખડાના મીતાબેન પ્રવીણભાઈ વણકર અને દોડકાના મનોજભાઈ ભાઇલાલભાઈ રાઠોડ તેમજ કોષાધ્યક્ષ તરીકે અંકોડિયાના ઉપલેશભાઈ રમેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.