વડોદરા, તા.૨૪

વડોદરા શહેર-જિલ્લામાં મેઘમહેર થઈ છે તેવા સમયે ચારેકોર વરસાદી પાણીની રેલમછેલ થઈ છે. આ પાણી નદી-નાળાં-તળાવો અને ડ્રેજેનમાં ભરાતાં ટ્રેનેજાે ઊભરાય છે. ડ્રેનેજના દૂષિત પાણી લોકોના ઘરોમાં ઘૂસતાં તેમજ તેનો ઉપયોગ કરવામાં આવતાં પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળા સાથે સ્ક્રીન-ડિસીસ ચર્મરોગ એલર્જીની ફરિયાદો ઊઠવા પામી છે.દૂષિત પાણીને નહાવામાં કે અન્ય વપરાશમાં લેવાથી શરીર પર ખંજવાળ આવવા સાથે લાલ ચકામા થતાં હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. સયાજી હોસ્પિટલમાં સ્ક્રીન એલર્જીના કેસો પણ નોંધાયા હતા. જાે કે, આ સાથે વિતેલા છેલ્લા ૨૪ કલાકમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, આ દરમિયાન ડેન્ગ્યૂ, કમળો, કોલેરા, મેલેરિયા, ટાઈફોઈડ, ઉધરસ-ખાંસી-તાવ, ઝાડા-ઊલટીના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અલબત્ત, શહેરમાં મક્કમ ગતિએ પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળો ફેલાતાં શહેરીજનોમાં દહેશત વ્યાપી છે. શહેરની સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, જમનાબાઈ, આઈડી હોસ્પિટલ, નરહિર હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલો-દવાખાનામાં ઉપરોક્ત રોગચાળામાં સપડાયેલા લોકો સારવાર માટે આવી રહ્યા છે.