બોડેલી

સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી મા રાજ્યભરમા ભારતીય જનતા પાર્ટી એ તાલુકા પંચાયત જીલ્લા પંચાયત નગરપાલિકા કબજે કરી છે ત્યારે બોડેલી તાલુકા મા પણ ભાજપે ૬ માથી ૬ જીલ્લા પંચાયત ની બેઠકો પર કબજે કરી તેમજ બોડેલી તાલુકા પંચાયત મા ૨૬ બેઠકો પૈકી ૧૮ બેઠકો પર જીત મેળવી કોંગ્રેસ ના સુપડા સાફ કરી દીધા જેમા બોડેલી તાલુકા આવેલ તાંદલજા બેઠક પર કોંગ્રેસ ના જીલ્લા પ્રમુખ યસપાલસિહ ઠાકોર પણ પરાજય નો ભોગ બન્યા અને ભાજપ ના વાવાઝોડા મા બોડેલી ની બેઠક પર ઉભા રહેલા કોંગ્રેસ ના ઉમેદવાર શશી રાઠવા ની પણ હાર થતા કોંગ્રેસ ના બેડામાં સન્નાટો જાેવા મળ્યો હતો બોડેલી તાલુકા ની જીલ્લા પચાયત તાંદલજા બેઠક પર ભાજપની જીત છોટાઉદેપુર કોંગ્રેસ જીલ્લા પ્રમુખ યસપાલસિહ ની ૨૩૪૮ મતથી હાર્યા ૮૧૦૧ મત પ્રકાશ સિહ મહેન્દ્ર સિંહ વાસદીયા અને યસપાલસિહ ઠાકોર ને ૫૭૫૩ ને મત મળ્યા હતા જિલ્લા પંચાયતની ૯ કડાછલા બેઠક પર અમરસિંહ સરદારભાઈ વણઝારા ની જીત થઈ અમરસિંહ વણઝારાએ ગત ચુંટણી મા અપક્ષ મા ઉમેદવારી કરી જીત મેળવી હતી