મુંબઈ

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. અભિનેત્રીએ લીલાવતી હોસ્પિટલની એક તસવીર શેર કરી છે જેમાં તે વેક્સિન લેતી જોવા મળી રહી છે. તસવીરને થોડા કલાકોમાં 2 લાખથી વધુ લાઈક્સ અને શેર મળી ગયા છે. તસવીરના કેપ્શનમાં મલાઇકા અરોરાએ લખ્યું, "મેં કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. કારણ કે આપણે બધા આ વાતાવરણમાં સાથે છીએ."


તેણે લખ્યું, "ચાલો યોદ્ધાઓ, વાઇરસ સામે આ યુદ્ધ જીતી જઈએ. તમારી રસી પણ બહુ જલ્દી લેવાનું ભૂલશો નહીં.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં બોલીવૂડની ઘણી હસ્તીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને કેટલાક એવા કિસ્સા પણ નોંધાયા છે કે જેમાં કોવિડનો પહેલો ડોઝ લીધો હતો અને તે પછી પણ તેઓ કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું હતું. કોવિડ હોવા છતાં સ્ટાર્સ જોખમી વાતાવરણમાં કામ અને શૂટિંગ માટે નીકળી રહ્યા છે, જેના કારણે તેઓએ માટે કોવિડનું જોખમ વધી ગયું છે.