પેરિસ 

ભારતનો રોહન બોપન્ના અને ક્રોએશિયાના ફ્રાન્કો કુગોર ની જોડી ફ્રેન્ચ ઓપન ડબલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં આગળ વધ્યા છે. તેણે જ્યોર્જિયાના નિકોલોઝ બાસિલાશવિલી અને જર્મનીના આંદ્રે બેગમેનને સીધા સેટમાં હરાવ્યા. એક કલાક અને એક મિનિટ સુધી ચાલેલી મેચમાં બોપન્ના અને કુગોરે ૬-૪, ૬-૨ થી હરાવ્યા. બોપન્ના અને કુગોરે પ્રથમ સેટમાં એકવાર અને બીજામાં બે વાર વિરોધીની સર્વિસ તોડી હતી.

હવે તેનો મુકાબલો વિજેતા સામે યુનાઇટેડ સ્ટેટ્‌સના નિકોલસ મુનરો અને ફ્રાન્સિસ ટિઆફો અને આઠમી ક્રમાંકિત બ્રાઝિલના માર્સેલો મેલો અને પોલેન્ડના લુકાઝ કુબોટ વચ્ચે થશે.