ગોધરા : સંતરામપુરથી અંદાજે ૧૦ કિ.મી.ના અંતરે આવેલા એક ગામમાં રહેતી સુખી સંપન્ન પરીવારની પરણીતા સાથે પરિચય થયા બાદ આર્થિક મદદ કરવાના બહાને બે લઘુમતિ કોમના હવસખોરો દ્વારા વિડીયો વાયરલ કરીને તારા પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગતરાત્રે આ પરણીતાને સંતરામપુર ખાતે ભાટીયા ટેકરી પાસે આવેલા એક મકાનમાં લઈ જઈને લઘુમતિ કોમના આ બે હવસખોરોએ સભ્ય સમાજની આ પરણીતાને વિકૃત સેક્સ કરાવીને બળજબરી પુર્વક સામુહિક બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો સંતરામપુર પોલીસ મથકમાં પહોંચતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. જાે કે સંતરામપુર પોલીસ તંત્રના કાફલાએ આ બનાવની ગંભીરતાઓ સાથે આ સામુહિક બળાત્કારના હવસખોર ચહેરાઓને ઝડપી પાડ્યા હતા. 

એક તરફ દેશભરમા બળાત્કારીઓ વિરૂધ્ધ ભભુકી રહેલા આક્રોશના માહોલ વચ્ચે મહીસાગર જિલ્લામાં ભારે ચકચાર પ્રસરાવનાર સામુહિક બળાત્કારની ઘટના અંગે જાણવા મળ્યા પ્રમાણે સંતરામપુરથી અંદાજે ૧૦ કિમીના અંતરે આવેલા એક ગામમાં પતિ અને બે સંતાનો સાથે રહેતી અંદાજે ૩પ વર્ષીય આ પરણીતા સંતરામપુરની બહાર આવેલ પોતાના પિયરમા આવી ત્યારે ૧પ દિવસો પહેલા સંતરામપુરમાં આવેલ જીગર મોબાઈલની દુકાનમાં મોબાઈલમાં બેલેન્સ કરાવવા ગઈ હતી. ત્યારે સંતરામપુરમાં છેલબટાઉની છાપ સાથે રઝળપાટ કરતા અનિતખાન જરજીસખાન પઠાણ રહે. ભાટીયા ટેકરીએ વાક્તચાતુર્ય સાથે આ મહીલાનો મોબાઈલ નંબર લઈ લીધો હતો અને ત્યાર બાદ આર્થિક સહાયની લાલચ આપીને હવસખોર અનિતખાન પઠાણે ભાટીયા ટેકરી પાસે આવેલા પોતાના મકાનના આ પરણીતાને બોલાવીને સોૈપ્રથમ બળાત્કાર ગુજાર્યા બાદ છેલબટાઉ મિત્ર ઈમરાન હાજી રમજાણી મુલ્તની રહે. મદારી ટેકરીના હવાલે કરી દેતા હવસખોર મિત્રએ પણ આ પરણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.હવસખોરોના સંકજામાં ફસાઈ ગયેલા આ પરણીતાને અનિતખાન પઠાણ વારંવાર મોબાઈલ ફોન કરીને સંતરામપુર આવવા માટે મજબુર કરતા હતા અને પરણીતા જાે ના પાડે તો તારા ઉપર ગુજારવામા આવેલ આ બળાત્કારનો વિડીયો અમે ઉતાર્યો છે આ સોશ્યલ મિડીયામાં વાયરલ કરી દઈશુ એટલુ જ નહી તારા પરીવારના સભ્યોની હત્યા કરી નાંખીશું એવી ધમકી આ૫તા હતા. આ હવસખોરીના અટ્ટાહાસ્ય સાથે પરણીતાને સંતરામપુર બોલાવીને આ હવસખોરો સામુહીક બળાત્કાર ગુજારતા હતા. હવસખોરોના આ પિશાચી કૃત્ય સામે લાચાર અને મજુબુર બની ગયેલ આ પરણીતાને ગતરાત્રે સંતરામપુર બોલાવીને અનિતખાન પઠાણે ભાટીયા ટેકરી ઉપર આવેલા એ મકાનમાં લઇ ગયો હતો ત્યાં ઇમરાન હાજી રમજાણી મુલ્તાનીએ પરણીતા સાથે બળજબરી કર્યા બાદ આ બંને હવસખોરોએ સામુહીક બળાત્કારનો પિશાચી આનંદ લૂંટયો હતો.લઘુમતિ કોમના આ બે હવસખોર ચહેરાઓના વિડીયો વાયરલ કરી દેવાના બ્લેક મેલીંગ અને સામુહીક બળાત્કાર ગુજારવાના આ પિશાચી શોખથી ત્રાસી ગયેલ આ લાચાર પરણીતાએ અંતે હવસખોરના ત્રાસમાંથી મુકત થવા માટે સંતરામપુર પોલીસ મથકમાં દોડી જઇને આપવીતી જણાવતી ફરીયાદ આપતાવેંત સંતરામપુર પી.આઇ.એન.વી.પટેલે આ બનાવની ગંભીરતામાં રહેલ સંવેદનશિલતાને ધ્યાને લઇને આ બંને હવસખોર ચહેરાઓને દબોચી લઇને આઇ.પી.સી. ૩૭૬(૨) એન,૩૭૬ (ડી), ૩૭૭,૫૦૬ (૨) અને ૫૦૭ મુજબ ગુનો દાખલ કરીને કોરોના ટેસ્ટ માટે કસ્ટડીમાં લીધા હતા.

હવસખોર ચહેરાઓના આ “લવજેહાદ” જેવા કરતૂતો સામે પ્રજાજનોમાં આઘાત

બે સંતાનોની માતાને બ્લેક મેલીંગ કરીને વારંવાર સામુહીક બળાત્કાર ગુજારતા આ લવજેહાદનો હવસખોર એવા સડક છાપ ટપોરીઓ જરૂરીયાત મંદ મહીલાઓને આર્થિક સહાય આપવાના વાકચાર્તૂયમાં ફસાવીને ભેજાબાજ અનિતખાન પઠાણ ભાટીયા ટેકરી પાસે આવેલા મકાનમાં બોલાવ્યા બાદ બળાત્કાર ગુજારીને હવસખોર મિત્ર ઇમરાન હાજી રમજાણી મુલ્તનીને પણ સહ ભાગીદાર બનાવતો હતો હવસખોર મિત્રોના કરતૂકોની ગંધ આસપાસના રહીશોને થતા સૌ-કોઇ ચોંકી ઉઠયા હતા કહેવાય છે કે લવ જેહાદના શિકાર શોધતા આ બળાત્કારી ચહેરાઓ શિકારના સકંજામાં આવી ગયેલ મહીલાઓને વિડીયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપીને બ્લેક મેઇલીંગ કરતા હોવાની પિડીતાની ફરીયાદ બાદ સંતરામપુર પોલીસ તંત્રએ આ હવસખોર ચહેરાઓના મોબાઇલ ફોનો કબ્જે કરીને આ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.